વાનરે બચકા ભરતા બાળકના પેટના આંતરડા બહાર આવી ગયા, સારવાર દરમિયાન મોત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 15, 2023 | 9:21 AM

ગાંધીનગરના દહેગામમાં 10 વર્ષનો માસૂમ બાળક પોતાના ઘર નજીક વડના વૃક્ષ પાસે રમી રહ્યો હતો, ત્યારે અચાનક હિંસક બનેલા વાનર ત્યાં આવી પહોંચ્યા. આ વાનરે બાળક પર હુમલો કર્યો. બાળકને પેટના ભાગે બચકા ભરતા બાળકના આંતરડા બહાર આવી ગયા હતા.

ગુજરાતની પ્રજા પહેલેથી જ રખડતા ઢોર અને શ્વાનના ત્રાસથી કંટાળેલી છે. ત્યાં હવે વાનરનો આતંક પણ સામે આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં વાનરનો આતંક સામે આવ્યો છે. દહેગામ તાલુકાના સલકી ગામે કરુણ ઘટના ઘટી. વાનરના હુમલામાં એક બાળકનું મોત થયુ છે.

આ પણ વાંચો- તાપીમાં જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર, 1500 કિલો વજન, 11 ફૂટ લંબાઈ!

ગાંધીનગરના દહેગામમાં 10 વર્ષનો માસૂમ બાળક પોતાના ઘર નજીક વડના વૃક્ષ પાસે રમી રહ્યો હતો, ત્યારે અચાનક હિંસક બનેલા વાનર ત્યાં આવી પહોંચ્યા. આ વાનરે બાળક પર હુમલો કર્યો. બાળકને પેટના ભાગે બચકા ભરતા બાળકના આંતરડા બહાર આવી ગયા હતા. બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. વાનરના હુમલાથી વ્હાલસોયા બાળકના મોતથી પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો