Kheda :ખેડા-વડોદરા જિલ્લાને જોડતા બ્રીજ ઉપર પાણી ફરી વળ્યાં, ઠાસરા અને ગળતેશ્વરના 20 જેટલા ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

|

Sep 18, 2023 | 10:28 AM

ઉપરવાસમાં વધુ વરસાદના (Rain) કારણે મહિસાગર નદી ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વધુ પાણીની આવક થતા મહીસાગર નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 20 જેટલા ગામોને કરાયા એલર્ટ કરાયા છે.

Kheda : ઉપરવાસમાં વધુ વરસાદના (Rain) કારણે મહિસાગર નદી ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વધુ પાણીની આવક થતા મહીસાગર નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 20 જેટલા ગામોને કરાયા એલર્ટ કરાયા છે.

આ પણ વાંચો- Rain News : કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક, મહીનદીમાં પાણી છોડતા 106 ગામોને અલર્ટ કરાયા

ખેડા-વડોદરા જિલ્લાને જોડતા બ્રીજ ઉપર પાણી ફરી વળ્યાં છે. ગળતેશ્વર બ્રીજ ઉપર પાણી ફરી વળતા બ્રીજ બંધ કરાયો છે. મહિસાગર નદી ઉપર સાવલી ગળતેશ્વરને જોડતો 2 કિમીનો બ્રીજ બંધ કરવામાં આવ્યો છે.કોતરિયા, રાણાયા,વાનોડા, મહી ઈટાડી, કૂણી, ભદ્રસા, ચીતલાવ, પાલી, સાંગોલ, એકલાચા સહિત નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મહીસાગર નદી કિનારે આવેલું મહીસાગર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. વહીવટી તંત્ર દ્વારા ઠાસરા તાલુકાના 14 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ 14 ગામની શાળામાં રજા આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video