Kheda: ખેડા તાલુકાના 10 ગામમાં ફરી વળ્યા સાબરમતીના પાણી

|

Aug 25, 2022 | 11:07 PM

તલાટી મંત્રીઓને ગામ ના છોડવા તાકીદ કરવામાં આવી છે અને 10 ગામોની ખેતીની અંદાજિત 2 હજાર વિઘા જમીનમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું છે બીજી તરફ ઘાસચારાની અછત સર્જાતા દુધાળા પશુઓનો નિર્વાહ મુશ્કેલ બન્યો છે.

સાબરમતી  (Sabarmati) નદીમાં પૂર આવતા ખેડા  (Kheda) તાલુકાના 10 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યું છે. આ ગામોમાં નદીનું પાણી  (Flood) ઘુસી જતા જનજીવનને અસર થઈ છે.  તલાટી મંત્રીઓને ગામ ના છોડવા તાકીદ કરવામાં આવી છે અને 10 ગામની ખેતીની અંદાજિત 2 હજાર વિઘા જમીનમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું છે, બીજી તરફ ઘાસચારાની અછત સર્જાતા દુધાળા પશુઓનો નિર્વાહ મુશ્કેલ બન્યો છે.

ધોળકાના સીમ વિસ્તારમાં ફરી વળ્યું પાણી

ધરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને અમદાવાદ નજીકના ધોળકા  તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યું છે. ધોળકા અને આસપાસના ગામોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે અને તેના કારણે ગ્રામીણો ઘેરી ચિંતામાં મૂકાયા હતા.

સાબરમતીમાં પાણી છોડાતા વોક વે થયો બંધ

અમદાવાદમાં એક દિવસ પહેલા ધરોઈ ડેમમાંથી (Dhroi dam) સાબરમતી નદીમાં પાણી છોડાયું  હતું. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં  (Sabarmati River) 78 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી હાલ વાસણા બેરેજના 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી (Vasna Barage) 37 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને સૂચન કરવામાં આવ્યુ છે. સાબરમતીની જળસપાટી વધતા સવારે 9.30 કલાકથી સાબરમતી રિવરફ્રન્ટ (Riverfront) લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. સાબરમતીમાં પાણી  છોડાવવાને કારણે સાબરમતી બે કાંઠે વહી ઉઠી હતી.

આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીવત છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. પાંચ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો આવી શકે છે. માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સામાન્યથી 40 ટકા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 50 ટકા અને કચ્છમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે

Published On - 11:06 pm, Thu, 25 August 22

Next Video