હવે તો હદ થઈ ! રેલવે પોલીસ ચોકીમાં ઘૂસીને ટોળાએ પોલીસ કર્મીઓને કર્યા ઈજાગ્રસ્ત

|

Aug 03, 2022 | 12:12 PM

ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મચારીઓને હાલ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ( Nadiad Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરા ડિવિઝનના ડીવાયએસપી મુકેશ ચૌધરી દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી છે.

ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદ રેલવે પોલીસ ચોકીના (Mahemdabad Railway Police Post) કર્મચારીઓ પર હુમલો થયો છે. સાત વ્યક્તિઓએ રેલવે પ્લેટફોર્મ પર બનેલી ચોકીની અંદર ઘુસી જઇને પોલીસ કર્મચારીઓ પર હુમલો (attack) કર્યો છે. આ સાતેય ઇસમોએ પોલીસ ચોકીમાં ઘુસી જઇને તોડફોડ કરી હતી. સાથે જ બે પોલીસ કર્મચારીઓને પણ માર માર્યો હતો. જે પછી ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો રેલવે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

જુની અદાવતમાં હુમલો

ખેડા જિલ્લાના મહેદાવાદ રેલવે ચોકીની અંદર વહેલી સવારે એક બનાવ બન્યો હતો. મહેમદાવાદ પોલીસ ચોકીમાં સાત જેટલા વ્યક્તિ ઘુસી આવ્યા હતા. પોલીસ ચોકીમાં ફરજ પરના બે પોલીસ કર્મચારીઓ પર આ સાત વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરો પૈકી તાહીર નામનો જે આરોપી છે તેના પર રેલવે પોલીસે થોડા સમય પહલા એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.જેની અદાવત રાખીને આરોપીએ ટોળુ એકત્ર કરીને પોલીસ ચોકીમાં હુમલો કર્યો હતો. આરોપી તાહીર તેના સાથીદારો સાથે હથિયારો લઇને પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયો હતો. આ તમામ આરોપીઓએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. સાથે જ પોલીસ ચોકીમાં રહેલા બે પોલીસ કર્મચારીઓને પણ માર મરાયો હોવાની માહિતી છે.

ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મચારીઓને હાલ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરા ડિવિઝનના ડીવાયએસપી મુકેશ ચૌધરી દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી છે. સાથે સાથે જે ફરિયાદી છે તેની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટુંક જ સમયમાં આરોપીઓ ઝડપાઇ જાય તેવી શક્યતાઓ છે.

(વીથ ઇનપુટ- ધર્મેન્દ્ર કપાસી, ખેડા)

Next Video