Kheda: નડિયાદ શહેરમાં માસ્ટર ડિજિટલ નામની એજન્સી દ્વારા 200 કરોડ રૂપિયાની છેતરપિંડી
માસ્ટર ડિજિટલ નામની એજન્સી લોકો પાસે રૂપિયા લઇ રોકાણ કરાવવાના નામે અલગ-અલગ ડિજિટ નંબર આપી એન્ટ્રી કરાવતી હતી અને ગ્રાહકોને તેમના એકાઉન્ટમાં વોલેટમાં રૂપિયા પાછા આપવાની બાંહેધરી અપાઈ હતી.
ખેડા (Kheda) જિલ્લામાં નડિયાદ (Nadiad) શહેરમાં માસ્ટર ડિજિટલ (Master Digital) નામની એજન્સી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંજાદ પ્રમાણે આશરે 200 કરોડ રૂપિયા જેટલી મોટી રકમની છેતરપિંડી કરતા નડિયાદના રહીશોની માસ્ટર ડિજિટલ એજન્સીની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. માસ્ટર ડિજિટલની ઓફિસે લોકોએ હોમાળો મચાવતાં પોલીસનો કાફલો સ્ળળ પર પહોંચી ગયો હતો અને લોકોને શાંત પાડ્યા હતા.
નડિયાદ શહેરમાં ઓફિસ ધરાવતી માસ્ટર ડિજિટલ નામની એજન્સી લોકો પાસે રૂપિયા લઇ રોકાણ કરાવવાના નામે અલગ-અલગ ડિજિટ નંબર આપી એન્ટ્રી કરાવતી હતી અને ગ્રાહકોને તેમના એકાઉન્ટમાં વોલેટમાં રૂપિયા પાછા આપવાની બાંહેધરી અપાઈ હતી. લોકોને તેનું વળતર મોબાઈલ એપના વોલેટમાં આપતું હતું. જોકે ડિસેમ્બર મહિના બાદ એપના વોલેટમાં રૂપિયા જમા થવાનું બંધ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોના રૂપિયા પાછા આવતા ન હોવાના કારણે ગ્રાહકો માસ્ટર ડિજિટલ એજન્સીની ઓફિસના ધક્કા ખાતા હતા. જોકે સંતોષકારક જવાબ ન મળતા અને પોતાના રૂપિયા પાછા ન મળતા ગ્રાહકો દ્વારા આજે ઓફિસમાં હોબાળો કરાયો હતો. ઘટનાને પગલે રૂરલ પોલીસે માસ્ટર ડિજિટલ એજન્સીની ઓફિસે આવીને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી.
છેતરપીંડિનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું હતું કે થોડા મહિના પહેલાં આ લોકોએ મોબાઈલ એપ પર પૈસા પાછા આપવાની જાહેરાત કરી હતી. અને બે વખત 25 અને 50 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પણ ત્યાર બાદ અમારા ખાતામાં કોઈ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી.