Kheda : નડિયાદ (Nadiad)લવ જેહાદના (Love Jihad) કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યાસરખાન પઠાણે યુવતીને નડિયાદની અક્ષર હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ગર્ભની કોથળીનું ચેકિંગ કરાવ્યું હતું. આરોપીને આશંકા હતી કે યુવતી ગર્ભવતી છે અને જો યુવતી ગર્ભવતી થાય તો તેને લગ્ન કરવા પડે. આ કારણે તે યુવતીને હોસ્પિટલમાં લઈ ગયો હતો.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરી છે. જો કે, મુખ્ય આરોપી યાસર હજુ પોલીસ પકડથી દૂર છે. જેને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે. ઉલ્લેખનીય છે કે, નર્સિંગ ભણેલી યુવતીને વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. એટલું જ નહીં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, માસિક ધર્મમાં પણ આરોપી તેની સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધતો હતો.
આરોપી યાસરે યુવતીને પોલેન્ડ લઈ જવાની લાલચ આપી તેના પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યાં હોવાનો પણ દાવો કરાયો છે. આરોપ છે કે, આરોપીએ યુવતીને પોલેન્ડની જગ્યાએ નડિયાદમાં જ 4 મહિના સુધી એક રૂમમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં યાસરખાન પઠાણ અને તેના પરિવારજનો યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરતા હોવાનો આરોપ છે.
આ પણ વાંચો : Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ
આ પણ વાંચો : Mehsana : ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન, પૂરતી વીજળીની માંગ