Gujarati Video : ભારત-ઓસ્ટ્રેલિયા મેચ ખોરવવાનો ખાલિસ્તાનનો નાપાક ઇરાદો, ખાલિસ્તાનીઓના ધમકી ભર્યા મેસેજને લઇને સુરક્ષા એજન્સી એલર્ટ

|

Mar 11, 2023 | 10:37 AM

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) કરેલી તપાસમાં વાયરલ વીડિયોમાં અવાજ આતંકી જૂથના વડાનો જ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ખાલિસ્તાની આતંકીઓની ધમકીને ગંભીરતાથી લઈ રહ્યું છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચ જોવા માટે અમદાવાદ અને અન્ય સ્થળેથી મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ પહોંચી રહ્યા છે. જો કે આ મેચ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓનો ઈરાદો ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ખોરવવાનો હતો. અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહે ધમકીભર્યા વીડિયો મેસેજ વાયરલ કર્યા અને ગુજરાતીઓે મેચ ન જોવા જવાની ધમકી આપી. આ મેસેજમાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચથી લોકોને દૂર રહેવા અપીલ કરી હતી.

અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહે ગુજરાતના લોકોને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના ધમકી આપતા પ્રીરેકોર્ડેડ મેસેજ વાયરલ કર્યા હતા. જો કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવાજોગ નોંધ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરેલી તપાસમાં વાયરલ વીડિયોમાં અવાજ આતંકી જૂથના વડાનો જ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ખાલિસ્તાની આતંકીઓની ધમકીને ગંભીરતાથી લઈ રહ્યું છે. ISIS ખાલિસ્તાની આતંકીઓને સમર્થન આપી રહ્યું છે. તો ISISની વિચારધારાથી પ્રેરિત સૌરાષ્ટ્રના યુવાનો ઝડપાઈ ચુક્યા છે. જે બાદ ATS, SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધારી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદીઓની ધમકી બાદ બંને દેશના ખેલાડી અને સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરાયો છે.

Next Video