Botad : દિવ્યાંગ યુવકની વ્હારે ખજુરભાઈ, ખેડૂત પરિવારની આંખોમાં ખુશીના આંસુ

|

May 28, 2022 | 11:56 AM

બોટાદ જિલ્લાના(Botad District) સરવા ગામે 22 વર્ષીય અસ્થિર યુવાનને ઘર બનાવી આપ્યા બાદ ખજૂર ભાઈએ તેમના ખેતરમાં બોર કરાવી અપાતા પરિવારમાં ખુશીનો માહોલ.

બોટાદની (Botad) છેવાડે આવેલ સરવા ગામમાં (Sarva Village) 1 વીઘામાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા પ્રાગજીભાઈ જેઓ બે દીકરા અને પત્ની સાથે ખેતરમાં રહે છે.ત્યારે છેલ્લા આઠ વર્ષથી તેમનો એક પુત્ર મહેશ જેની ઉંમર 22 વર્ષ છે અને જે માનસિક અસ્થિર હોઈ અને ઘરમાં બીજી કોઈ વ્યવસ્થાના હોઈ જેને લઈ તેને ખુલ્લા ખેતરમાં ઝાડ નીચે સાંકળથી બાંધવામાં આવેલ હતો. ત્યારે ગરીબ લોકોની મદદમાં હંમેશા આગળ આવનાર નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ જે હાલ ગરીબ લોકો માટે જાણે ભગવાન હોય તેમ લોકોની મુશ્કેલીની માહિતી મળતા જ મદદ કરવા માટે ટિમ સાથે પહોંચી જાય છે.

માનસિક અસ્થિર યુવાન મહેશને નવા મકાનમાં પ્રવેશ અપાવ્યો

સરવા ગામના આ યુવાનની જાણ થતાં જ તે ટિમ સાથે ગામમાં પહોંચી ગયા અને યુવકની ભાવનગર હોસ્પિટલમાં સારવાર કરાવી.એટલું જ નહીં તેના માટે પાકુ મકાન પણ બનાવી આપ્યુ અને ખેતરમાં બોર પડાવી આપ્યો હતો, જેમાં માત્ર 90 ફૂટે પાણી આવી જતા સમગ્ર પરિવાર જનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ખજુરભાઈએ (Nitin Jani)આ માનસિક અસ્થિર યુવાન મહેશને નવા મકાનમાં પ્રવેશ અપાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈની ટિમ દ્રારા મહેશ સ્વસ્થ થઈ જાય તે માટે તેને સારવાર અર્થે ભાવનગરની(Bhavnagar)  ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જો કે ચાર દિવસમાં તેની તબિયત યોગ્ય જણાતા તેને ઘરે પરત લઈ આવવામાં આવ્યો હતો.

Next Video