Gujarat: જય શ્રી રામ અને ભાજપની ધૂન પર ખૈલેયાઓ ઝૂમ્યાં, જુઓ વીડિયો

|

Oct 04, 2022 | 3:35 PM

નવરાત્રી (Navratri) પર્વની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ ઉમંગ, ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી કરે છે. ગુજરાતમાં ખૈલેયાઓ જય શ્રી રામ અને ભાજપની નવી ધૂન પર રાસ ગરબાની રમઝટ માણે છે.

નવરાત્રી (Navratri) પર્વની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ ઉમંગ, ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી કરે છે. ગુજરાતમાં (Gujarat) અનેક સ્થળોએ પ્રાચીન ગરબાથી માતાની આરાધના કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ રાસ ગરબાની રમઝટ ખૈલેયાઓ માણે છે. ગરબા રમવાની મજા સાથે મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવે છે. શહેરમાં નવરાત્રી મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે અને પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન ગરબા મહોત્સવ પણ ધૂમ મચાવી રહ્યા છે. આવી જ પરિસ્થિતીમાં ખૈલેયાઓ કોઈ પણ ગીત હોય કે પછી ધૂન તેના પર રાસ ગરબાની રમઝટ માણે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખૈલેયાઓ જય શ્રી રામ અને ભાજપની ધૂમ પર ગરબા કરે છે.

બે વર્ષ બાદ ખૈલેયાઓમાં ઉત્સાહ

બે વર્ષના કોરોનાકાળ બાદ યુવાધન હિંલોળે ચડ્યું છે. શહેરોમાં ઠેર ઠેર જગ્યાઓ પર ગરબા થાય છે. નવરાત્રી મહોત્સવમાં યુવાધન હિલોળે ચઠ્યુ છે અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ ડાંડિયારાસની રમઝટ બોલાવી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રીના અવસરે લોકો ગરબા નૃત્ય કરે છે. ગુજરાતના ગરબાની ઓળખ વિશ્વભરમાં છે. આ વર્ષે ગુજરાતમાં લોકોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે ગુજરાતમાં બે વર્ષ બાદ નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના સંક્રમણને કારણે તેનું આયોજન થઈ શક્યું ન હતું. ગુજરાતમાં નવરાત્રિ નિમિત્તે ખૂબ જ અનોખી પરંપરા છે. અહીંના પુરૂષો સ્ત્રીઓના વસ્ત્રો પહેરે છે અને ગરબા ડાન્સ કરે છે. ગુજરાતમાં આ પરંપરા 200 વર્ષ જૂની છે.

Next Video