બનાસકાંઠા વીડિયો : રોડ નહી… તો વોટ નહીં ! કસલપુર ગામનો મુખ્ય રસ્તો 15 વર્ષથી ખખડધજ, લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર

|

Apr 01, 2024 | 8:42 AM

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતા કસલપુરા ગામના લોકોમાં આક્રોશ છે. કસલપુર ગામનો મુખ્ય રસ્તો છેલ્લા 15 વર્ષથી ખખડધજ છે. ત્યારે હવે લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે, રોડ નહીં.. તો વોટ નહીં.. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે

ચૂંટણી આવે ત્યારે નેતાઓ લોકો સામે હાથ જોડી પહોંચી જાય, પરંતુ ચૂંટણી બાદ નેતાજી ગાયબ થઈ જાય.. અને લોકોની સમસ્યા ભૂલી જાય.. આવી જ પીડાથી ત્રસ્ત મતદારોએ આ વખતે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતા કસલપુરા ગામના લોકોમાં આક્રોશ છે. કસલપુર ગામનો મુખ્ય રસ્તો છેલ્લા 15 વર્ષથી ખખડધજ છે. ત્યારે હવે લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે, રોડ નહીં.. તો વોટ નહીં.. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે આજદિન સુધી ન કોઈ સાંસદ કે ન કોઈ ધારાસભ્ય તેમને સાંભળે છે. ત્યારે હવે સ્થાનિકોએઓ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

( વીથ ઈનપુટ- દિનેશ ઠાકોર ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:40 am, Mon, 1 April 24

Next Video