Valsad Video : કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, કેરીના પાકમાં મોટું નુકસાન જવાની ખેડૂતોને ભીતિ

|

Mar 01, 2024 | 1:10 PM

વલસાડના તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. કમોસમી વરસાદ પડતા કેરીના પાકમાં મોટુ નુકસાન જવાની ખેડૂતોને ભીંતિ છે. બીજી તરફ આજે ભાવનગર અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video