Gujarat Election 2022: દહેગામના કોંગ્રેસના પૂર્વ MLA કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા, કહ્યું ‘ભાજપમાં કોઈપણ પ્રકારના લોભ-લાલચ સાથે નથી જોડાઈ’

|

Nov 22, 2022 | 4:23 PM

દહેગામ બેઠક પર ટિકિટ કપાતા કામિનીબા રાઠોડ (Kaminiba Rathore) કોંગ્રેસથી નારાજ થયા હતા અને ગઈકાલે જ રાજીનામું આપી દીધું હતું. અગાઉ કોંગ્રેસથી નારાજ કામિનીબાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.જેમાં તેઓ કોંગ્રેસથી નારાજ હોવાનું સ્પષ્ટ જણાયુ હતુ.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસનો હાથ છોડી કમળ પકડ્યું છે. આજે વિધિવત રીતે કામિનીબા રાઠોડ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં પોતાના સમર્થકોની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો છે.

દહેગામ બેઠક પર ટિકિટ કપાતા કામિનીબા રાઠોડ કોંગ્રેસથી નારાજ થયા હતા અને ગઈકાલે જ રાજીનામું આપી દીધું હતું. અગાઉ કોંગ્રેસથી નારાજ કામિનીબાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તેઓ કોંગ્રેસથી નારાજ હોવાનું સ્પષ્ટ જણાયુ હતુ. ત્યારે આજે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કેસરિયા કર્યા છે. પોતાના સમર્થકો સાથે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમનું ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. કામિનીબા મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિપ્રદર્શન કરીને કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. કામિનીબાએ ભાજપનો ખેસ ધારણ કર્યા પછી નિવેદન આપ્યુ હતુ કે, હું ભાજપમાં કોઈપણ પ્રકારના લોભ-લાલચ સાથે નથી જોડાઈ.

દહેગામ બેઠક એ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી સીટ ગણવામાં આવે છે. ત્યારે કામિનીબાના ભાજપમાં સામેલ થવાથી આ ચૂંટણીમાં કોંગ્રેસને ચોક્કસથી ફટકો પડી શકે તેમ છે અને ભાજપને ચૂંટણીમાં તેનો લાભ મળશે. કામિનીબાના સમર્થકો સાથે ભાજપમાં ભળવાથી કોંગ્રેસને ક્ષત્રિય વોટબેંકમાં ફટકો પડી શકે છે.

(વિથ ઇનપુટ-રોનક વર્મા,અમદાવાદ)

Published On - 3:56 pm, Tue, 22 November 22

Next Video