Jamnagar : કાલાવડમાં આવેલો બાલંભડી ડેમ (Balambhadi Dam) ઓવરફ્લો થયો છે. ખેડૂતોની જીવાદોરી સમાન વધુ એક ડેમ ઓવરફલો થતાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે. ડેમમાં પાણી આવક થતા કાલાવડ શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. કાલાવડના ખેડૂતોને ડેમમાંથી સિંચાઈનું પાણી મળશે.
આ પણ વાંચો Jamnagar: પરણિતાની મદદે આવી 181 અભયમની ટીમ, સાસરિયાના ત્રાસમાંથી અપાવી તાત્કાલિક મુક્તિ
બાલંભડી ડેમમાં પાણીની આવક વધતા તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે. બાલંભડી, મુળીલા, ભાડુકિયા, નપાણીયા ખીજડિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ડેમમાં નવા નીર આવ્યા છે. કાલાવડના બાલંભડી ઉપરાંત જામનગરનો સસોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. સસોઈ ડેમમાં પાણીની આવકથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો