Gujarati Video : ઉના કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી પર આજે થશે સુનાવણી, ફરિયાદ રદ કરવાની VHPની માગ
Gir somnath News : રામનવમીના દિવસે ભડકાઉં ભાષણ આપવા મુદ્દે ઉના કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી પર આજે થશે સુનાવણી હાથ ધરાશે. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે.
ગીરસોમનાથના ઉનામાં રામનવમી પર્વ નિમીતે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. ત્યારે રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ઉના કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી પર આજે થશે સુનાવણી હાથ ધરાશે. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે. VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉં ભાષણ આપવાના કેસમાં ધરપકડ થયા બાદ કાજલ હિન્દુસ્તાની હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. હાલ વિશ્વ હિંદુ પરિષદ કાજલ હિંદુસ્તાનીના વ્હારે આવી છે. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…