Mehsana: ચોર્યાસી કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન, દીકરીના પ્રેમલગ્નમાં મા-બાપની સહી ફરજીયાત કરવાની માગ

|

Aug 28, 2022 | 4:22 PM

મહેસાણામાં ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવા મુદ્દે મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં વિવિધ સમાજો પાસેથી આ મુદ્દે ઠરાવ મંગાવવામાં આવ્યા હતા.

Mehsana: મહેસાણામાં ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવા મુદ્દે મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં વિવિધ સમાજો પાસેથી આ મુદ્દે ઠરાવ મંગાવવામાં આવ્યા હતા. ચોર્યાસી કડવા પાટીદાર સમાજની માગ છે કે, પુખ્ત વયની દીકરી પ્રેમલગ્ન કરે તો લગ્ન વખતે મા-બાપની સહી ફરજીયાત લેવામાં આવે. આ ઉપરાંત મા-બાપની સંમતિ વગર લગ્ન કરવા માંગતી યુવતીની ઉંમર 25 વર્ષની કરવામાં આવે. 25 વર્ષની યુવતી જો મા-બાપની સંમતિ વગર લગ્ન કરે તો તેને સંપત્તિમાંથી ફારેગ કરવામાં આવે. ચોર્યાસી કડવા પાટીદાર સમાજનું કહેવું છે કે આ ફક્ત તેમના સમાજનો પ્રશ્ન નથી પરંતુ દરેક સમાજનો પ્રશ્ન છે. 500 જેટલી વિવિધ સંસ્થા અને સમાજોએ આ માગણીને સમર્થન આપ્યું હોવાનું પાટીદાર આગેવાનોનું કહેવું છે.

વિસનગરના સાવલા દરવાજા નજીકથી પકડાયો ગાંજો

મહેસાણાના વિસનગરના સાવલા દરવાજા નજીકથી ગાંજો પકડાયો છે. રૂપિયા 1.38 લાખનો 13 કિલો ગાંજો SOG પોલીસે ઝડપી પાડયો છે. ફકીર તાજમહંમદ નામના બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હજુ રાજુ અને ટિકો નામના બે આરોપી ફરાર છે.

Next Video