મહેસાણામાં પોલીસ પેટ્રોલિંગની સતર્કતાથી લાખોની ચોરી અટકી, સાયરન સાંભળી ATM માંથી તસ્કરો ભાગ્યા

|

Dec 22, 2023 | 9:37 AM

મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં ATM તોડીને ચોરી થઈ રહી હતી એ દરમિયાન પોલીસ પહોંચી જતા તસ્કરો અંધારામાં ફરાર થઈ ગયા હતા. કડી પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ATM નું શટર બંધ જોઈને શંકા થઈ હતી અને જેને લઈ પોલીસે સાયરન વગાડતા જ તસ્કરો પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે પ્રયાસ શરુ કર્યા હતા.

આમ તો મહેસાણા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ વર્તાવી દીધો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા સતર્કતા પણ વધારી દેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહેસાણાના કડી વિસ્તારમાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, એ દરમિયાન છત્રાલ રોડ પર ATM બંધ જોતા આશંકા જણાઈ હતી. જેને લઈ પોલીસે સાયરન વગાડવાનું શરુ કરતા જ ATMની અંદર રહેલાત તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા.

પોલીસ દ્વારા ATMની તપાસ કરવામાં આવતા મશીનને તોડી નાંખેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા તસ્કરોને શોધવા માટે રાત્રી દરમિયાન પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાગી ગયેલા તસ્કરો હાથ લાગ્યા નહોતા. જોકે પોલીસની સતર્કતાને લઈ ATM ચોરી અટકી હતી.

આ પણ વાંચોઃ  દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી, PI, PSI અને PSO ને નવા ફોન ફાળવ્યા

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video