જુનાગઢ પોલીસ તોડકાંડના આરોપી PI તરલ ભટ્ટનું ઘર સીલ કરવામાં આવ્યુ છે. એટીએસએ તરલ ભટ્ટના ઘરને સીલ કરતા પહેલા તેને સાથે ઘરની તપાસ કરી હતી. હાલ તેના અક્ષર ટાઉનશિપમાં આવેલા મકાનને સીલ કરી ફરજમોકુફી અંગેની નોટિસ લગાવવામાં આવી છે. તરલ ભટ્ટના ગુજરાત એટીએસએ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે આ ઘટનાને લઈને જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે સરકાર અને પોલીસ દ્વારા ત્વરીત પગલા લઈ કાર્યવાહી કરવામાં આવી છે અને આવતીકાલે પોલીસ આ કેસની સંપૂર્ણ માહિતી આપશે.
કોર્ટમાં રિમાન્ડ મંજૂર થયા બાદ એટીએસ આરોપી પીઆઈ તરલ ભટ્ટને લઈને જુનાગઢથી રવાના થઈ હતી. ચાર કલાકની તપાસ બાદ એસઓજી ખાતેથી એટીએસ રવાના થઈ હતી. SOG ક્ર્રાઈમ બ્રાંચનું સાહિત્ય કબ્જે કરાયાની ચર્ચા છે. ઉંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે જુનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ PI તરલ ભટ્ટના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જો કે ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ દરમિયાન, તરલ ભટ્ટ પોલીસ તપાસમાં સહકાર ન આપીને ગોળગોળ જવાબ આપતા હોવાનો પણ ATSએ ઉલ્લેખ કર્યો. તરલ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો. જેને લઇ મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે. રિમાન્ડમાં હવે દુબઈના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શન મુદ્દે પણ તપાસ કરાશે.
મહત્વનું છે, તરલ ભટ્ટ ગુનાહિત કાવતરૂ રચીને ખોટી રીતે 386 બેંક અકાઉન્ટ ફ્રિજ કરાવી 40થી 50 ટકા રકમની માગ કરતો. તેણે એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવી હતી. તેના ડેટા રિકવર કરીને FSL તપાસ કરશે. ઉલ્લેખનીય છે, તરલ ભટ્ટનો એક ફોન કબજે કરાયો છે. અન્ય 3 ફોનની તપાસ ચાલુ છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
Published On - 12:06 am, Mon, 5 February 24