જુનાગઢમાં વરસાદ ખેંચાતા જળાશયો તળિયાઝાટક થવાની સ્થિતિમાં, સૌની યોજના દ્વારા ડેમોમાં છોડાશે પાણી- Video
જુનાગઢમાં વરસાદ ખેંચાયા બાદ ડેમોમાં જળસ્તરની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પૂરતો વરસાદ ન થવાને કારણે હાલ ડેમોમાં જળસ્તર તળિયે પહોંચી ગયુ છે. ત્યારે સૌની યોજના દ્વારા ડેમમાં પાણી છોડવાની તૈયારી સિંચાઈ વિભાગ દ્વારા કરી લેવાઈ છે.
સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જુનાગઢમાં આ વર્ષે પુરતો વરસાદ વરસ્યો નથી અને છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ડેમોમાં જળસ્તરના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે પીવાના પાણીની અછત ન સર્જાય તેને ધ્યાન રાખી સિંચાઈ વિભાગ દ્વારા સૌની યોજના માફરતે ઓઝત ડેમમાં પાણી છોડવાની તૈયારી કરવામાં આવી છે. સિંચાઈ વિભાગનું કહેવુ છે કે પહેલા પીવાની પાણીની અછત ન સર્જાય તે માટે ઓઝત ડેમમાં પાણી છોડવામાં આવશે. હાલ જો વરસાદ નહીં આવે તો પીવાનું પાણીનો પૂરવઠો અટકે નહીં તેને પ્રાથમિક્તા આપવામાં આવશે
જિલ્લામાં ચાલુ વર્ષે ડેમમાં જળસ્તર નીચે જતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. માંગરોળમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માળિયાહાટીના, કેશોદ, મેંદરડા, ભેંસાણ, વિસાવદર અને વંથલીમાં પણ વરસાદ થયો છે. તેમ છતા ડેમમાં પાણીન જોઈએ તેટલી આવક થઈ નથી અને જળાશયો ખાલી થવા લાગ્યા છે. હાલ ઓઝત-2 ડેમમાં 11.37 %, ઓઝત ટીકરમાં 3.36% અને ગળથ ડેમમાં માત્ર 3 ટકા પાણી છે. જ્યારે ઓઝત વિયર સાપુર અને વંથલી વિયર ખાલી છે. જેને પગલે આગામી દિવસોમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી સ્થિત ઉભી થતા ચિંતા વધી છે. આ સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેરનું કહેવુ છે કે સૌની યોજના હેઠળ ઓઝત 2 અને આણંદપુર ડેમ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Input Credit- Vijaysinh Gohil- Junagadh
