જૂનાગઢના ભવનાથમાં(Bhavnath) શેરનાથ બાપુનો(Shernath Bapu) અનોખો સેવા યજ્ઞ લાંબા સમયથી ધૂણી ધખાવી રહ્યો છે. જ્યાં મહાશિવરાત્રિએ (Mahashivratri) લાખો શ્રદ્ધાળુઓને ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.અહીં આવનાર ભક્તોને રહેવાની તથા જમવા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. સેવાભાવિકો દ્વારા અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો મનભરીને પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે.
ભવનાથ ખાતે યોજાતો મહા શિવરાત્રીનો મેળો આખા દેશમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે અહીં મહાદેવના દર્શન કરવા લોકોનું ધોડાપૂર આવી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અહીં સાધુ સંતોનો પણ જમાવડો જોવા મળે છે. મહા વદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી પાંચ દિવસના અહીં મેળાની શરૂઆત થાય છે..ત્યારે આજના વિશેષ દિવસે દાદાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જુનાગઢ ભવનાથ પહોંચ્યા હતા.
ભવનાથનો મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય. મહાશિવરાત્રીના દિવસે દેશ-વિદેશથી લોકો આ મેળામાં ભાગ લેવા માટે પહોંચે છે..આ મેળામાં સાધુ અને નાગાબાબાની રવેડી મુખ્ય આકર્ષણ હોય છે. ભવનાથ તળેટીમાંથી રાતે 9 વાગે રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ વખતે નિયમો હળવા થતા મોટી સંખ્યામાં લોકો જુનાગઢ ભવનાથ ખાતે પહોંચ્યા હતા.સામાન્ય લોકોની સાથે સાથે સાધુ સંતોએ પણ મહાદેવની આરાધના કરી. મેળામાં કિન્નર અખાડાના ઉજ્જૈનના મહામંડલેશ્વર પવિત્રામાઈ પણ પહોંચ્યા હતા. તેમણે પણ મહાદેવાની આરાધના કરી વિશ્વકલ્યાણની પ્રાર્થના કરી.
આ પણ વાંચો : Banaskantha: યુક્રેનમાં ફસાયેલા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓને હુંફ આપવા અધિકારીઓ સામેથી તેમના ઘરે પહોંચ્યા