Junagadh: જિલ્લામાં ગત રોજથી જ વરસાદી માહોલ છવાયો છે. આકાશમાં કાળા વાદળો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી દામોદર કુંડમાં નવા નીરની આવક થઇ છે. ગત રાતે ભારે વરસાદ ખાબક્યો હતો. ગિરનાર પર ધોધમાર વરસાદથી નવા નીરની આવક થઇ છે. ભારે વરસાદ બાદ ખોડિયાર ઘુના ધોધ પણ વહેતા થયા છે. આ દૃશ્ય દામોદર કુંડ અને ખોડિયાર ઘુના ધોધના છે. જે એક મનમોહક નજારા જેવું છે. વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું લાગે છે. ઉપરવાસમાં પણ વરસાદના આગમન બાદ સોનરખ નદીમાં નવા નીર ભરાયા.
આ પણ વાંચો : આ સંસ્થાઓનું માનીએ તો ગુજરાત પરથી વાવાઝોડાની ‘ઘાત’ ટળશે ! જુઓ Video
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને સાંજે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો