ભાવનગર: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલમાં સફાઈકર્મીના મોતના 48 કલાક બાદ પરિવારે સ્વીકાર્યો મૃતદેહ, મહાનગરપાલિકાએ સ્વીકારી માગણી

ભાવનગર : સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઈન્સ્ટીટ્યુટમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીનું ડ્રેનેજ સફાઈ દરમિયાન મોત થયુ હતુ. કર્મચારીના મોત બાદ મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાને ઈનકાર કર્યો હતો અને સહાય તેમજ પરિવારના સભ્યને નોકરી આપવાની માગ કરી હતી. આ માગ મનપાએ સ્વીકાર્યા બાદ પરિવાર 48 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 9:38 PM

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઈન્સ્ટીટ્યુટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન એક કર્મચારીનું મોત થયુ હતુ. કર્મચારીના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હતી. સફાઈકર્મીના મોત મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં 7 સફાઈકર્મીઓના મોતની ઘટના બની છે.

સફાઈકર્મીઓના મોત મુદ્દે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે- કોંગ્રેસ

કોંગ્રેસે એ પણ આરોપ લગાવ્યો કે દેશમાં સફાઈકર્મીઓના મોત મુદ્દે ગુજરાત પ્રથમ ક્રમે છે. કોંગ્રેસે દાવો કર્યો કર્યો કે છેલ્લા 20 વર્ષથી ગૂંગળામણથી 387 સફાઈકર્મીના મોત થયા છે. સમગ્ર મામલે કોંગ્રેસે માગ કરી કે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સામે ગુનો નોંધવામાં આવે તેમજ મૃતકના પરિજનોને 30 લાખની સહાય કરવામાં આવે.

મનપાએ 30 લાખ સહાયની અને નોકરી આપવાની માગ સ્વીકારી

મૃતકના પરિવારજનો પણ એ માગ સાથે મૃતદેહ સ્વીકાર્યો ન હતો. આખરે ભાવનગર મહાનગરપાલિકાએ માગણી સ્વીકારતા હડતાળનો અંત આવ્યો. મનપાએ યોગ્ય સહાય ચુકવતા પરિવારજનોએ 48 કલાક બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકા મૃતકના પરિવારને 30 લાખની સહાય આપી છે. સાથે જ મૃતકના પરિવારના સભ્યને નોકરી આપવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ: વિક્રમ સંવત 2079ની છેલ્લી માસિક શિવરાત્રીની સોમનાથ મંદિરે ભવ્ય ઉજવણી- જુઓ તસ્વીરો

બીજી તરફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતો કર્મચારી ડ્રેનેજ સાફ કરી રહ્યો હતો. દરમિયાન ઝેરી ગેસના કારણે બેભાન થાયો હતો. જેથી મનપાના સફાઇ કર્મચારી બચાવવા ગટરમાં ઉતરે છે. જોકે ગેસ ગળતરની અસર મોત થયું હતું.

With Input- Ajit Gadhvi, Narendra Rathod

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">