Junagadh: આનંદસાગર સ્વામીએ કરેલા વાણીવિલાસનો મુદ્દો, ઈન્દ્રભારતી બાપુએ પણ નોંધાવ્યો વિરોધ

|

Sep 07, 2022 | 5:21 PM

ભગવાન શિવજી પર ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદસાગર સ્વામીનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ નોંધાવ્યો છે.

Junagadh: ભગવાન શિવજી પર ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદસાગર સ્વામીનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે આનંદસાગરે કરેલી ટિપ્પણીને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે- પોતાની લીટી લાંબી કરવા બીજાની લીટી શા માટે ટૂંકી કરી રહ્યા છે આવા સંતો? તેમણે સ્વામિનારાયણના સંપ્રદાયના સંતોને અપીલ કરી છે કે તેઓ આ નિવેદનનો વિરોધ કરે.

માળિયા હાટીનામાં યોજાયેલ સંમેલનમાં 62 ગામના સરપંચનું ભાજપને સમર્થન

જૂનાગઢના માળિયાહાટીનામાં સરપંચોનું સંમેલન યોજાયું. જેમાં 68માંથી 62 ગામના સરપંચોએ ભાજપને સમર્થન જાહેર કર્યું. સરપંચો અને મોટી સંખ્યા સાથે જોડાયેલા આગેવાનોનું વાજતે ગાજતે ભાજપમાં સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ સરપંચોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાં પણ સરપંચ સંમેલનમાં હાજર રહ્યા હતા. માળીયાહાટીના તાલુકામાંથી મોટાભાગના ગામડાઓના સરપંચો અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા હવે વિપક્ષ માટે અહીં જીતવું મોટો પડકાર સાબિત થશે.

Next Video