Junagadh: દત્તાત્રેય શિખર ચરણપાદુકા વિવાદ વર્ષો જુનો, હિંદુ સમાજ અને જૈન સમાજ ચરણપાદુકાને લઈને કેમ કરી રહ્યા છે દાવો- જુઓ Video

|

Oct 02, 2023 | 11:51 PM

Junagadh: દત્તાત્રેય શિખર પર આવેલ ચરણપાદુકા વિવાદ આજકાલનો નહીં પરંતુ વર્ષોથી ચાલ્યો આવે છે. અહીં હિંદુ સમાજ અને જૈન સમાજ વર્ષોથી ચરણપાદુકાને લઈને દાવો કરી રહ્યા છે. વર્ષ 2022માં આ વિવાદ જુનાગઢ કોર્ટમાં પણ પહોંચ્યો છે. ત્યારે વાંચો ચરણપાદુકાને લઈને હિંદુ સમાજ અને જૈન સમાજ વચ્ચે શું છે સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ

Junagadh: ગરવા ગિરનારની વચ્ચે આવેલા ગવાન દત્તાત્રેયના શિખરનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. વર્ષોથી હિંદુ સમાજ અને જૈન સમાજ અહીં દાવો કરી રહ્યા છે. હિંદુ સમાજની આસ્થા છે કે દત્તાત્રેય શિખર પર આવેલી ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની છે. આ તરફ જૈન સમાજ એ ચરણપાદુકા તેમના 22માં તિર્થંકર ભગવાન નેમિનાથની હોવાનો દાવો કરી રહ્યો છે. જો કે હાલ આ વિવાદ ફરી સપાટી આવ્યો છે. જેનુ કારણ છે દત્તાત્રેય શિખર પર આવેલ ચરણપાદુકા પર કરવામાં આવેલો હુમલો.

“દત્તાત્રેય ચરણપાદુકા પર 200 લોકોના ટોળાએ હુમલો કર્યો”

દત્તાત્રેય મંદિરના સેવકનો આરોપ છે કે જૈન સંઘના 200 લોકોના ટોળાએ મંદિર પરિસરમાં હોબાળો મચાવ્યો અને ભયનો માહોલ સર્જ્યો એટલું જ નહીં એક મહિલાએ દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા પર ખુરશી ફેંક્યાનો મંદિરને સેવકે આરોપ લગાવ્યો. જે વીડિયો સામે આવ્યા છે તેમા સ્પષ્ટ જોઇ શકાય છે કે કેટલાંક લોકો સૂત્રોચ્ચાર સાથે ધાર્મિકસ્થાન તરફ ધસી રહ્યા છે. અન્ય વીડિયોમાં એક મહિલા ખુરશીઓ ફેંકતી જોવા મળી રહી છે. દાવો કરાયો છે કે આ પ્રવૃતિ કરનારા જૈન સંઘના લોકો હતા.

જૈન સમાજના અગ્રણીએ હુમલા સાથે લેવાદેવા ન હોવાની કહી વાત

બીજી તરફ જૂનાગઢ જૈન સંઘે વિવાદમાં પોતાની ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા કરી છે. જૂનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ ગઇકાલની ઘટના અંગે વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર વિવાદમાં જૂનાગઢ જૈન સંઘને કોઇ લેવાદેવા ન હોવાની વાત કરી છે. પ્રમુખનો આરોપ છે કે બહારથી આવતા જૈન સંઘો દત્તાત્રેય પર્વત પર જઇને ઘર્ષણ કરે છે. તેમની માગ છે કે રાજ્ય સરકાર વિવાદમાં મધ્યસ્થતા કરે અને ધાર્મિકસ્થાન પર CCTV લગાવે. સાથે જ બંને પક્ષો બેસીને સમાધાન માટેના પ્રયાસો થાય તેવી પણ ગુજરાતના જૈન સમાજે માગ કરી છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ પણ વાંચો: Junagadh: દત્તાત્રેય ચરણપાદુકા પર હુમલા કેસમાં ખુલાસો, વિવાદ કરનારા મધ્યપ્રદેશના હોવાનું પ્રાથમિક તારણ, શિખરના પૂજારી અને સુરક્ષાકર્મીઓના લેવાશે નિવેદન-Video

ચરણપાદુકાને લઈને હિંદુ સમાજ અને જૈન સમાજ વચ્ચે વર્ષોથી વિવાદ

ગિરનારના દત્તાત્રેય શિખરનો વિવાદ આજકાલનો નથી. વર્ષોથી અહીં બે સમુદાય વચ્ચે માલિકી હકને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સનાતન ધર્મ અને જૈન સંઘ વર્ષોથી આમને સામને છે. નોંધનિય છે કે  એક વર્ષ અગાઉ 2022માં જૂનાગઢની કોર્ટમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના બે જૈન શ્રાવિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટ કેસમાં ગુજરાત સરકારને સામા પક્ષ તરીકે દર્શાવવામાં આવી અને 22માં તિર્થકર નેમિનાથ ભગવાનની મૂર્તિના સ્થાનમાં ફેરફાર ન કરવામાં આવે. આઝાદી બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરવામાં આવે અને આઝાદી પહેલાની મૂળ સ્થિતિમાં સ્થાન રાખવાની માગ છે. કોર્ટે પણ બંને પક્ષોને વિક્ષેપ વગર પૂજાવિધિનો આદેશ કર્યો હતો પરંતુ લાગી રહ્યું છે કે આ વિવાદ હજુ શમ્યો નથી.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article