જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ, દિવ્યાંગ મહિલાને ન મળી વ્હીલચેર કે સ્ટ્રેચર

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર-વ્હીલચેર ન મળતા એક દિવ્યાંગ મહિલાને ઢસડાઈને બહાર નીકળવું પડ્યું. આ દુર્દશાનો વીડિયો વાયરલ થતાં હોસ્પિટલની બેદરકારી અને ગરીબો સુધી સુવિધા ન પહોંચવાનો ભાંડો ફૂટ્યો છે. કરોડોના ખર્ચે અત્યાધુનિક બનેલી હોસ્પિટલમાં આવી મૂળભૂત સુવિધાનો અભાવ સવાલો ઉભા કરે છે.

| Edited By: | Updated on: Nov 07, 2026 | 5:47 PM

રાજકોટ બાદ હવે જુનાગઢ સિવિલ હોસ્પિટલના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં એક દિવ્યાંગ મહિલાને વ્હીલચેર કે સ્ટ્રેચર જેવી સુવિધા ન મળતા તે ઢસડાઈને હોસ્પિટલની બહાર આવતા જોવા મળ્યા હતા. એક તરફ દેશના વડાપ્રધાન ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે PMJAY જેવી યોજના લાવે છે. દેશમાં અને રાજ્યમાં સ્વાસ્થ્ય માટે મોટુ બજેટ ફાળવવામાં આવે છે પરંતુ લોકલ પ્રશાસનની લાલિયવાડી અને અંધેર વહીવટને કારણે જરૂરતમંદો સુધી આ સુવિધા પહોંચતી જ નથી.

જુનાગઢ સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમ દિવ્યાંગ મહિલા દ્વારા હોસ્પિટલમાં સ્ટ્રેચર કે વ્હીલચેર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે દિવ્યાંગ મહિલા ઢસડાઈને પણ હોસ્પિટલની બહાર આવતા વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સવાલોના ઘેરામાં આવ્યુ છે. સિવિલમાં સામાન્ય દર્દીઓને પરેશાન થતા હોવાના આરોપ લાગ્યા છે.

એકતરફ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ સિવિલને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ત્યારે સવાલ પણ છે કે અત્યાધુનિક ઉપકરણો ધરાવતી હોસ્પિટલમાં શું સ્ટ્રેચરની વ્યવસ્થા નથી? સિવિલ હોસ્પિટલની આ ઘોર બેદરકારીને કારણે એક દિવ્યાંગ મહિલાએ ઢસડાતા ચાલવાની ફરજ પડ છે.

જો કે આ સમગ્ર મામલે જ્યારે સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે જો આવુ બન્યુ હોય તો તે અત્યંત શરમજનક છે. હોસ્પિટલના તમામ સ્ટાફને સ્પષ્ટ સૂચના અને તાલીમ આપવામાં આવેલી છે કે જો કોઈ અશક્ત હાલતમાં હોસ્પિટલમાં આવે અને તંત્રના ઘ્યાને આવે તો તુરંત તેમને સ્ટ્રેચર કે વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવે. જો દર્દી કદાચ સામેથી આવી સુવિધા ન માગે તો પણ તેમને આ સુવિધા પુરી પાડવામાં આવે. હાલ વીડિયો વાયરલ થયા બાદ ફી તમામ સ્ટાફને સખ્ત સૂચના આપી ફરી આવુ ન બને તેની તાકીદ કરવામાં આવી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

Published On - 5:45 pm, Sat, 7 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.