Junagadh Breaking News : જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, લોકોમાં કૂતુહલ સાથે ડર, જુઓ CCTV Video

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એકસાથે 7 સિંહોની લટાર જોવા મળી. સિંહોની લટાર જોવા મળતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યું હતું. એક નહીં, બે નહીં પરંતુ સાત સિંહો એકસાથે ભવનાથ વિસ્તારમાં લટાર મારતા નજરે પડ્યા હતા.

| Edited By: | Updated on: Oct 03, 2026 | 2:35 PM

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એકસાથે 7 સિંહોની લટાર જોવા મળી. સિંહોની લટાર જોવા મળતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યું હતું. એક નહીં, બે નહીં પરંતુ સાત સિંહો એકસાથે ભવનાથ વિસ્તારમાં લટાર મારતા નજરે પડ્યા હતા. અશોક શિલાલેખ પાસે સાત સિંહો રોડ ક્રોસ કરતા હોવાના દૃશ્યો CCTV માં કેદ થયા છે. એકસાથે સાત સિંહો રસ્તો ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું. સિંહોની એકસાથે અવરજવરથી લોકોનું ધ્યાન પણ આ તરફ ખેંચાયું હતું.

સિંહોની અવરજવરમાં સતત વધારો

ભવનાથ વિસ્તારમાં સિંહોની અવરજવરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગિરનાર અભયારણ્યમાંથી સિંહો સહિત અનેક વન્ય પ્રાણીઓ ભવનાથ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એકસાથે સાત સિંહો ભવનાથ વિસ્તારમાં લટાર મારતા જોવા મળ્યા હતા.

અશોક શિલાલેખ પાસે સિંહોનો કાફલો રોડ ક્રોસ કરતો હોવાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. સાત સિંહોને એકસાથે નિહાળતા વાહનચાલકોમાં પણ કુતૂહલ જોવા મળ્યો હતો. ભવનાથ વિસ્તારમાં સિંહોની સતત વધતી અવરજવર વચ્ચે એકસાથે સાત સિંહોની લટારનો આ વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો, Breaking News : ગાંધીનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર, અર્ધલશ્કરી દળના 14 જવાનો સંક્રમિત, જુઓ Video

 

Follow Us
Loading...
Unable to load recommendations.