Junagadh: ઓઝત નદીમાં પૂર આવતા સમગ્ર ઘેડ પંથક પાણીમાં, આગમચેતીના ભાગરૂપે તંત્રએ NDRFની ટીમ તૈનાત કરી

જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. ઓઝત નદીમાં પૂર આવતા સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:39 AM

Junagadh: જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. ઓઝત નદીમાં પૂર આવતા સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયું છે. આગમચેતીના ભાગરૂપે તંત્રએ NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ સ્થાનિકોની મદદ અને રેસ્ક્યૂ માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ઘેડ પંથકના ખેતરોમાં હજી પણ પાણી ભરેલા છે.

પ્રશ્નાવાડ ગામ પાણીથી તરબોળ

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો કે અત્યાર સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ધમરોળી દીધુ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. પ્રશ્નાવાડા ગામ સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયું છે.

પ્રશ્નાવાડ ગામમાં કમર સુધીના પાણી

ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ મુશ્કેલી સર્જાઇ છે. પ્રશ્નાવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. પ્રશ્નાવાડ ગામમાં કોળીવાડા અને નવાપરા વિસ્તાર પાણીથી તરબોળ થઇ ગયો છે. જેના પગલે લોકોની ઘરવખરી પલળીને બરબાદ થઇ ગઇ છે. ગામમાં પણ કમર સુધીનું પાણી ભરાયુ હોવાથી લોકો સ્થળાંતર પણ કરી શકતા નથી. લોકોને છત પર આસરો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તો અસરગ્રસ્તો હવે તંત્ર જલ્દી તેમની મદદ આવે તેની રાહ જોઇ રહ્યુ છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">