Junagadh : માતા – પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! નાહવાથી બચવા બાળક કારમાં છૂપાયુ, ગુંગળાઈ જવાથી મોત, જુઓ Video

Junagadh : માતા – પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! નાહવાથી બચવા બાળક કારમાં છૂપાયુ, ગુંગળાઈ જવાથી મોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 27, 2023 | 11:50 AM

જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારમાં માતા પોતાના બાળકને નવડાવવા માટે તૈયારી કરી રહી હતી. ત્યારે બાળકે નાહવુ ના પડે તે માટે માતાથી દૂર ભાગવા લાગ્યો હતો અને છુપાઈ ગયો હતો. ત્યાં જ રસ્તામાં અનલોક કાર પડેલી હતી જેમાં બાળક સંતાઈ ગયો હતો.માતાને બાળક ન મળતા કારખાનામાં અને સીસીટીવીથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Junagadha : રાજ્યમાં અવારનવાર વાલીઓની ચેતવણી રુપ ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં સામે આવી છે. જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારમાં માતા પોતાના બાળકને નવડાવવા માટે તૈયારી કરી રહી હતી. ત્યારે બાળકે નાહવુ ના પડે તે માટે માતાથી દૂર ભાગવા લાગ્યો હતો અને છુપાઈ ગયો હતો. ત્યાં જ રસ્તામાં અનલોક કાર પડેલી હતી જેમાં બાળક સંતાઈ ગયો હતો.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાનનનો આતંક, સિવિલમાં 51 દિવસમાં ડોગ બાઈટના 1 હજારથી વધુ કેસ નોંધાયા

માતાને બાળક ન મળતા કારખાનામાં અને સીસીટીવીથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર બાળક કારમાં 2 કલાક સુધી છુપાયો હોવાના કારણે બેભાન હાલતમાં મળી આવ્યુ હતુ. જેને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો