Gujarat Video: જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, નારિયેળ લઈને નિકળતા રસ્તામાં જ ઢળી પડ્યો
17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત

Follow us on

Gujarat Video: જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, નારિયેળ લઈને નિકળતા રસ્તામાં જ ઢળી પડ્યો

| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:12 PM

Junagadh: જૂનાગઢ જિલ્લામાં ચોરવાડના ગડુ નજીક 17 વર્ષિય કિશોરનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. નારિયેળીની વાડીમાં કામ કરવા દરમિયાન કિશોરના હાર્ટએટેક આવવાને લઈ મોત નિપજ્યુ છે.

 

જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ચોરવાડના ગડુ નજીક 17 વર્ષિય કિશોરનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. નારિયેળીની વાડીમાં કામ કરવા દરમિયાન કિશોરના હાર્ટએટેક આવવાને લઈ મોત નિપજ્યુ છે. કિશોર સવારના સમયે નારીયેળનો જથ્થો લઈને જઈ રહ્યો હતો આ દરમિયાન જ તેને એટેક આવતા તે વાડીમાં જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકો કિશોરને ઢળી પડેલો જોઈને તુરત દોડી આવ્યા હતા અને તેને બચાવવા માટે થઈને પ્રયાસ કર્યો હતો. આમ છતાં કોઈ જ ફેર પડ્યો નહોતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કિશોર વયની ઉંમરે જ એટેક આવવાની ઘટનાને લઈ વિસ્તારમાં શોકનુ વાતાવરણ છવાઈ ગયુ હતુ. સ્થાનિક વિસ્તારના લોકોએ કિશોરના બચાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કમનસિબે તેનુ મોત નિપજ્યુ હતુ.

 

આ પણ વાંચોઃ  Sabarkantha Bank: સાબરકાંઠા બેંકના ચેરમેન સહિત 11 ડિરેક્ટરોની ચૂંટણી ઉમેદવારી રદ, સહકારી રાજકારણમાં ખળભળાટ

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 03, 2023 07:12 PM