જુનાગઢ: કેશોદમાં 16 વર્ષની સગીરાએ બાળકીને આપ્યો જન્મ, આધેડે દુષ્કર્મ આચરતા બની હતી ગર્ભવતી

જુનાગઢ: કેશોદમાં 16 વર્ષની સગીરાએ બાળકીને આપ્યો જન્મ, આધેડે દુષ્કર્મ આચરતા બની હતી ગર્ભવતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 9:43 PM

Junagadh: કેશોદમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મનો ભાંડો ફુટ્યો છે. આધેડે સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ધમકી આપતો હતો. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતા પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી.

જુનાગઢના કેશોદમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો ભોગ બની હતી અને સગીરાએ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. પ્રાથમિક તપાસમાં આધેડ ઉમરના શખ્સે દુષ્કર્મ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપતા આ સમગ્ર ઘટના સામે આવી છે. હાલ પોલીસે સગીરાનું નિવેદન લઈ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી એક સંતાનનો પિતા હોવાનું પણ સામે આવ્યુ છે. પૌત્રની ઉંમરની સગીરા પર એકવાર નહીં, પરંતુ વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જેમાં સગીરા ગર્ભવતી બની હતી. સગીરાના પિતાએ 55 વર્ષિય નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક ગામમાં રહેતી સગીરા અને આરોપી એકબીજાને ઓળખતા હોવાથી એકબીજાની ઘરે આવનજાવનના સંબંધ હતા. જેનો લાભ ઉઠાવી કરશન ઉર્ફે બાબુ માલમેર 16 વર્ષિય સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી તેને ધમકી આપતો હતો.

પીડિતા ગર્ભવતી થતા ફુટ્યો ભાંડો

​​​​​​​પીડિતાએ બાળકીને જન્મ આપતા પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. બાદમાં આ મામલે પીડિતાના પિતા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પારિવારિક સંબંધોનો લાભ લઈ નરાધમે કૌટુંબિક દીકરીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. સંબંધોને લાંછન લગાવતો આ ઘટનાથી સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

g clip-path="url(#clip0_868_265)">