Loading video

જુનાગઢ: પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે 8 લોકોએ પેટ્રોલ પંપના કર્મચારી પર કર્યો હુમલો- વીડિયો

author
| Edited By: | Updated on: Nov 06, 2023 | 11:08 PM

જુનાગઢ: ઝાંઝરડા ચોકડી નજીક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે 8 જેટલા શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો. પહેલા ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ હુમલા પર ઉતરી આવેલા શખ્સોએ બે કર્મચારીને ઢોર માર માર્યો. મારામારીના સીસીટીવીને આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

જૂનાગઢમાં પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ મારામારી પર ઉતરી આવ્યાં અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો.  દ્રશ્યો ઝાંઝરડા ચોકડી પર આવેલા પેટ્રોલ પંપના છે કે જ્યાં પેટ્રોલ પંપના બે કર્મચારીઓ પર હુમલો થયો.

વાત એમ છે કે પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર બનતા 8 જેટલા શખ્સો ઉશ્કેરાયા હતા અને પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. બે કર્મચારીને ઢોર માર માર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમરેલી: એસપી હિમકર સિંહ અને સ્થાનિક કંપનીના સહયોગથી શિયાળ બેટના લોકોને 600થી વધુ લાઈફ જેકેટનું કરાયુ વિતરણ- જુઓ વીડિયો

પોલીસની કામગીરી સામે સવાલ

જો કે પેટ્રોલ પંપના કર્મચારી પર આ હુમલાની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અસામાજિક તત્વો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે. કાયદાનો જાણે કંઈ ડર જ ન હોય તેમ અમુક લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે. દાદાગીરી કરનારા આવા તત્વોને પોલીસનો ડર કેમ નથી તે સવાલ પણ પોલીસ આલમ સામે થઈ રહ્યો છે.

Input Credit- Vijaysinh  Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો