સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓની 40 ટકા ફી વધારાની માગને FRCનો ઝટકો, જાણો કેટલી ફી વધારાની આપી મંજુરી

|

May 26, 2022 | 12:33 PM

FRC એ માત્ર 2થી 7 ટકા ફી વધારવા મંજૂરી આપી છે.આગામી સમયમાં નવી મંજુર કરાયેલી ફીની (School Fees) વિગતો પોર્ટલ પર મુકવામાં આવશે.

સૌરાષ્ટ્રની(Saurashtra)  ખાનગી શાળાઓને(Private School) FRC એ ઝટકો આપ્યો છે.40 ટકા ફી વધારાની માંગ સામે 2થી 7 ટકાનો જ વધારો આપવામાં આવ્યો છે. FRC દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની 350 માંથી 300 ખાનગી શાળાઓની ફી વધારાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. FRC એ માત્ર 2થી 7 ટકા ફી વધારવા મંજૂરી આપી છે.આગામી સમયમાં નવી મંજુર કરાયેલી ફીની (School Fees) વિગતો પોર્ટલ પર મુકવામાં આવશે.તમને જણાવી દઈએ કે, ફી મંજુર થયેલી ખાનગી શાળાઓએ પોતાની વેબસાઈટ પર અને નોટિસ બોર્ડ પર ફીની વિગતો મુકવા આદેશ આપવામાં આવ્યો છે.

વાલીમંડળે  25 ટકા ફી માફ કરવામાં આવી હતી

ગત વર્ષે કોરોનાને કારણે સ્કૂલોમાં 25 ટકા ફી માફ કરવામાં આવી હતી. જે ચાલુ વર્ષે પણ યથાવત રહેશે તેવી વિદ્યાર્થીઓના(Student)  વાલીઓેએ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરી હતી. પરંતુ કોઈ પરિપત્ર નહીં હોવાને કારણે સ્કૂલોને પુરી ફી વસૂલવાનો સરકારે પરવાનો આપ્યો હોય તેવી સ્થિતિ બની ગઈ છે. નવી સરકારના મંત્રી જીતુ વાઘાણી પણ ફીને લઈને ટસના મસ ન થતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.

આ રીતે ‘ફી’ નક્કી કરે છે FRC

FRCની કમિટી દ્વારા શાળાનો જે ખર્ચ થતો હોય છે તેના આધારે ફી વસુલવા માટે રકમ નક્કી કરે છે. શરૂઆતનાં વર્ષમાં જ્યારે એફઆરસીએ તમામ શાળાઓ ઓડિટ રિપોર્ટ મંગાવ્યો ત્યારે શાળા સંચાલકોને તેના આધારે ફી વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

Next Video