Weather update : સૌરાષ્ટ્રમાં દરિયાનું આજે રૌદ્ર સ્વરૂપ જોવા મળશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મીની વાવાઝોડોનો ખતરો

આજે સૌરાષ્ટ્રમાં (Saurashtra) દરિયો તોફાની બની શકે છે. તો નવલખી, જામનગર, કંડલા, ઓખા અને પોરબંદરમાં ભારે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે.

Weather update : સૌરાષ્ટ્રમાં દરિયાનું આજે રૌદ્ર સ્વરૂપ જોવા મળશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મીની વાવાઝોડોનો ખતરો
Threat of Mini Cyclone looms over Saurashtra and Kutch (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 12:45 PM

ગુજરાતમાં (Gujarat) કોઇ વરસાદી સિસ્ટમ (Rain system) સક્રિય ન હોવાના કારણે તાપમાન (Temperature) યથાવત રહી શકે છે. હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. જો કે રાજસ્થાનમાં લો પ્રેશર થવાના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મીની વાવાઝોડાનો (Cyclone) ખતરો તોળાઇ રહ્યો છે.

દરિયો તોફાની બનશે

આજે સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની બની શકે છે. તો નવલખી, જામનગર, કંડલા, ઓખા અને પોરબંદરમાં ભારે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં 60 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયેન્ટથી સપાટી પરના પવનની ગતિમાં વધારો થયો છે. ગઇકાલે રાજકોટમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે જામનગરમાં 50 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે મોરબીના માળિયામાં ભારે પવનને કારણે ધૂળની ડરીઓ ઉડી હતી.

રાજસ્થાનમાં લો પ્રેશરની અસર

મહત્વનું છે કે હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દરમિયાન 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. દક્ષિણ તરફથી ફુંકાતા પવનને કારણે તાપમાન યથાવત રહેશે. જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન વિભાગનું માનીયે તો ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

હજુ પણ અમદાવાદમાં ગરમીનો પારો આકરો જ રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે. જોકે 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાને પગલે તાપમાનમાં વધ ઘટ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

ગુજરાતમાં રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો દાહોદ, તાપી સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. તો પાટણ સહિતના વિસ્તારમાં તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. જેના પગલે લોકો ગરમીથી આંશિક રાહત અનુભવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">