શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ( Jitu Waghani) શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ ભારે વિવાદ (Controversial Statement) સર્જાયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જોકે વધતા વિવાદ વચ્ચે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.તેમણે કહ્યું, મારી વાતને ટૂકડે ટૂકડે રજૂ કરવામાં આવી છે.આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે.ગુજરાતના ગૌરવ માટે મારે કોઇના સર્ટિફિકેટની જરુર નથી.મહત્વનું છે કે, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જેમને ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતું હોય તેઓ ગુજરાત છોડીને સારુ લાગે ત્યાં જતા રહે છે. ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે.
શિક્ષણ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.ગઈકાલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી કટાક્ષ કરતા એવું બોલી ગયા કે જેમને જે રાજ્ય કે દેશનું શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ. આવું કહીને જીતુ વાઘાણીએ દિલ્લીની શિક્ષણનીતિ મુદ્દે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ હવે દિલ્લીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને જીતુ વાઘાણી પર વળતો વાર કર્યો છે.
આ પણ વાંચો :સુરતમાં 20 લાખની ચોરીના કેસમાં પોલીસે 12 લાખ રોકડ સાથે એક યુવકને ઝડપાયો, મુખ્ય આરોપી હજુ ફરાર