Dahod: ઝાલોદના માછણ ડેમમાં પાણીની આવક વધી, નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરાયા

|

Aug 13, 2022 | 1:03 PM

દાહોદ (Dahod) જિલ્લાના ઝાલોદના માછણ ડેમમાં પાણીની આવક વધી છે. માછણ ડેમમાં હાલ પાણીની સપાટી 276 પર પહોંચી છે. 670.38 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) સીઝનનો 75 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) નોંધાયો છે. હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. દાહોદ (Dahod) જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જેના પગલે ઝાલોદના માછણ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદીકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તંત્રને પણ સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

માછણ ડેમમાં પાણીની આવક વધી

દાહોદ જિલ્લાના ઝાલોદના માછણ ડેમમાં પાણીની આવક વધી છે. માછણ ડેમમાં હાલ પાણીની સપાટી 276 પર પહોંચી છે. 670.38 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જેના કારણે નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચિતોડીયા, ધાવડીયા, મહુડી, મુનખોસલા ગામ, માડલીખુટા, થેરકા, ભાણપુર સહિતના ગામોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

કાળી 2 ડેમ ઓવરફલો થવાની નજીક

બીજી તરફ ઝાલોદ તાલુકાનો કાળી 2 ડેમ ઓવરફલો થવાની નજીક છે. ઝાલોદ તાલુકાનો કાળી 2 ડેમ વરસાદના પગલે 14.43 મીલી ઘન મીટર એટલે કે 220.73 કયુસેક પાણીની નવી આવક થતા ડેમની સપાટી 99.38 % જેટલો ભરાયો છે. જેના કારણે આવતા ઝાલોદ તાલુકાના સાબળી, ગુલતોરા, રળીયાતી ભુરા, રળીયાતી ગુજર, દાતીયા, ટાઢાગોળા, શારદા, કાકરાકુવા, પેથાપુર, ખાખારીયા અને ચાકલીયા ગામોને સાવચેતીના ભાગ રુપે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

Next Video