ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા કેટલીક જગ્યાએ ખુલ્લે આમ તેનું વેચાણ થતુ હોય છે. ત્યારે કચ્છના અબડાસામાં ઢાબા પર જનતા રેડનો એક વીડિયો વાયરલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઢાબામાં દેશી દારુનું વેચાણ થતુ હોવાની શંકાના પગલે મહિલાઓએ ઢાબા પર હલ્લાબોલ કર્યો હતો.
અબડાસાના છાડુરા – રામપર હાઈવે પરનો આ વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહિલાઓએ ઢાબાનો સામાન બહાર ફેંકી તેમાં આગ લગાવી હોવાનું પણ સામે આવ્યુ છે. બીજી તરફ અંગત વિરોધમાં ઢાબા પર તોડફોડ થઈ હોવાની આશંકા કરવામાં આવી છે. જો કે પોલીસે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ગોયલ ઈન્ટરસિટી એપાર્ટમેન્ટમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો ઝડપાયા છે. દારૂની 5 બોટલ અને 12 મોબાઈલ જપ્ત કરાયા છે. જેના પગલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.