જામનગર વીડિયો : કાલાવડ પંથકમાં ખેડૂતના ઘરે 95 લાખની થઈ ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

જામનગર વીડિયો : કાલાવડ પંથકમાં ખેડૂતના ઘરે 95 લાખની થઈ ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

| Updated on: Dec 09, 2023 | 7:41 AM

જામનગરના આણંદપરના ખેડૂતના ઘરે 95 લાખની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાંથી ચોરોએ કબાટમાં રાખેલા 95 લાખ રોકડાની ચોરી કરી છે. તો ખેડૂતે 2 કરોડ રુપિયામાં જમીનનું વેચાણ કર્યુ હતુ. મળતી માહિતી અનુસાર ઘર માલિક રાજકોટમાં પ્રસંગમાં ગયો હતો. તે સમયે આ ઘટના બની હતી.

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવી હતી.જામનગરના કાલાવડ તાલુકાના આણંદપરમાં ચોરીની ઘટના બની છે. જામનગરના આણંદપરના ખેડૂતના ઘરે 95 લાખની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાંથી ચોરોએ કબાટમાં રાખેલા 95 લાખ રોકડાની ચોરી કરી છે.

તો ખેડૂતે 2 કરોડ રુપિયામાં જમીનનું વેચાણ કર્યુ હતુ. મળતી માહિતી અનુસાર ઘર માલિક રાજકોટમાં પ્રસંગમાં ગયો હતો. તે સમયે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ ઘટના સ્થળે આવી હતી. અને તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ બનાસકાંઠા ભાભરમાં ચીલ ઝડપ કરી ભાગતા શખ્સને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. તો વાવ સર્કલ પાસે ચોરીની ઘટના બની છે. તો એક મહિલા પાસે થેલીમાં રહેલા પૈસા ઝૂંટવી એક શખ્સ ભાગ્યો હતો. તો મહિલાએ બુમાબુમ કરતા હાજર લોકોએ ભાગતા શખ્સને ઝડપી પાડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો