Jamnagar: એરફોર્સની સૂર્ય કિરણની ટીમે વિવિધ કરતબથી લોકોને કર્યાં મંત્રમુગ્ધ

|

Nov 13, 2022 | 9:25 AM

સૂર્યકિરણ એરોબેટીક ટીમની ( Aerobatic team )રચના વર્ષ 1996માં કરવામાં આવી હતી અને ત્યારથી તેને સામાન્ય રીતે નવ વિમાનો સાથે અસંખ્ય પ્રદર્શનો કર્યા છે, હાલમાં હોક એમકે-132, એરક્રાફ્ટ, સ્કેટનો ભાગ છે.

જામનગર ખાતે  એરફોર્સની સૂર્યકિરણ એરોબિક ટીમે દિલધડક કરતબો રજૂ કરતા સૌ કોઈ લોકો જોતા રહી ગયા હતા. એરફોર્સ સ્ટેશનમાં તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે આકર્ષક કરતબો રજૂ કર્યા હતા. આકાશને  આંબીને  દિલધડક  કરતબો કરતા એરફોર્સના જવાનો અને   વિવિધ હેલિકોપ્ટર જોઈને   જામનગર વાસીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.  નોંધનીય છે કે  આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સૂર્યકિરણ એરોબિક ટીમે 90મી વર્ષગાંઠની ઉજવણી માટે આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા.એરફોર્સના કરતબો નિહાળી જામનગરવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. સૂર્યકિરણની  ટીમે બે ભાગમાં સ્ટન્ટ કર્યાં હતા જેમાં પ્રથમ ભાગમાં વણાંક, વીંગઓવર, લુપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે.

સૂર્યકિરણ એરોબેટીક ટીમની  સ્થાપના વર્ષ 1996માં થઈ હતી

સૂર્યકિરણ એરોબેટીક ટીમની રચના વર્ષ 1996માં કરવામાં આવી હતી અને ત્યારથી તેને સામાન્ય રીતે નવ વિમાનો સાથે અસંખ્ય પ્રદર્શનો કર્યા છે, હાલમાં હોક એમકે-132, એરક્રાફ્ટ, સ્કેટનો ભાગ છે. જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 90મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો પ્રદર્શિત કર્યા હતા એર-શો માં ટીમ કમ્પોઝીટ અને સિંક્રોમા પ્રદર્શન કર્યું હતું, તેઓએ આલ્ફાક્રોસ, ડબલ ફોર્ક સ્ક્રૂ, રોલબેક, હાર્ડટર્ન અને પીલ ટુ લેન્ડ કરતબ બતાવ્યા હતા.

Published On - 8:59 am, Sun, 13 November 22

Next Video