રાજકોટ(Rajkot) ક્રાઇમ બ્રાંચ(Crime Branch) પર જામનગરના(Jamnagar) એક સ્કૂલ સંચાલકે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાંચે મારૂ અપહરણ કર્યું અને લીમડાના ઝાડ સાથે બાંધીને મને ઢોર માર માર્યો હતો. ત્યારે વિવાદોનો પર્યાય બનેલા રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી અને પીએસઆઈ જોગરાણા સામે જામનગરના શાળા સંચાલકે રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકની વાત માનીએ તો 15મી ફેબ્રુઆરી 2020માં ક્રાઇમ બ્રાંચે સ્કૂલ સંચાલકનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. તેમજ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપીને 10 લાખના ચેક પર સહિ કરાવી હતી. ઉલ્લેખનિય છે કે રૂપા મકવાણા નામની મહિલા પર સ્કૂલે સંચાલકે રાજકીય વગ દ્વારા ક્રાઇમ બ્રાંચની મદદથી દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક બાદ એક પોલીસ પર આક્ષેપોનો સિલસિલો વધી રહ્યો છે ત્યારે ફરી એક વ્યક્તિએ પોલીસ પર આક્ષેપો કર્યા છે. દારૂના ગુનામાં ઝડપાયેલા તહોમતદારે પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 22 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. યુનિવર્સિટીના પોલીસના ડીસ્ટાફ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને તહોમતદારો સાથે અશ્લીલ હરકતો બળજબરીથી કરાવી હતી. વ્યક્તિએ આ આક્ષેપ યુનિવર્સિટીના તત્કાલીન PSI એ.બી.જાડેજા, બલભદ્રસિંહ, જયંતીગીરી, હરપાલસિંહ સહિત 5 પોલીસકર્મી સામે આક્ષેપો કર્યા છે
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસની તપાસ માટે SITની રચના, હત્યારા ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવશે
આ પણ વાંચો : Ahmedabad : સાયન્સ સિટીના ટિકિટના દરમા મોટો ઘટાડો, જાણો કેટલા ઘટ્યા ટિકિટના દર