Video : કાલાવડના રણુજાના મેળામાં સાંસદ પૂનમ માડમ પર સોના-ચાંદી, ડોલરનો વરસાદ, જુઓ
કાલાવડના જુના રણુજામાં યોજાયેલા ભવ્ય લોકડાયરામાં લાખો ભક્તો ઉમટી પડ્યા. મોબાઇલ ફ્લેશલાઇટથી આરતી અને ભજનોનો અનોખો માહોલ સર્જાયો. સાંસદ પૂનમ માડમ પર ડોલર, પાઉન્ડ, સોના-ચાંદી અને રૂપિયાનો વરસાદ થયો.
જામનગર જિલ્લામાં કાલાવડના જુના રણુજામાં ભવ્ય લોકડાયરો અને મેળાનું આયોજન થયું, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભજનોની રમઝટ વચ્ચે મોબાઇલની ફ્લેશલાઇટથી આરતી કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો.
આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ પર ડોલર, પાઉન્ડ, સોના-ચાંદીની નોટો તેમજ 500 રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
પૂનમ માડમને પાઘડી પહેરાવીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભક્તિ સાથે ઉત્સવનો રંગ જોવા મળ્યો અને લોકડાયરામાં શ્રદ્ધાળુઓએ ભજનોનો આનંદ માણ્યો.