Jamnagar : ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું

|

Apr 20, 2022 | 6:53 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ(Unseasonal Rain)   એટલે કે માવઠું પડશે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય-દક્ષિણ ગુજરાતના શહેરોમાં માવઠું થશે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક 20થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતના જામનગર(Jamnagar)  શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં(Weather)  પલટો આવ્યો છે. જેના પગલે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું(Unseasonal Rain) પડ્યું છે. જેના લીધે લોકોએ ગરમીથી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ  એટલે કે માવઠું પડશે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય-દક્ષિણ ગુજરાતના શહેરોમાં માવઠું થશે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક 20થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે તો રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે.

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વસરી શકે છે. સાથે જ પ્રતિ કલાક 20થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા અને મહેસાણા પણ માવઠાની આગાહી છે તો મધ્ય ગુજરાતના વડોદરામાં તથા દક્ષિણ ગુજરાતના ભરૂચમાં માવઠાની આગાહી છે.

આ પણ વાંચો :  સુરત પોલીસનું ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો

આ પણ વાંચો : દાહોદ જતાં પહેલાં PM મોદીએ આયુષ ડોમની લીધી મુલાકાત, લોકો સાથે સેલ્ફી લીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:47 pm, Wed, 20 April 22

Next Video