Breaking News : જામનગરમાં દૂધમાં ભેળસેળનો પર્દાફાશ, ફૂડ વિભાગની લાલ આંખ બાદ 6 વેપારીઓ સામે મોટી કાર્યવાહી ! જુઓ Video

Breaking News : જામનગરમાં દૂધમાં ભેળસેળનો પર્દાફાશ, ફૂડ વિભાગની લાલ આંખ બાદ 6 વેપારીઓ સામે મોટી કાર્યવાહી ! જુઓ Video

| Edited By: | Updated on: Sep 22, 2026 | 1:47 PM

જામનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દૂધના મામલે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડના હરીપર ગામે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન દૂધના છ નમૂના લેવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દૂધના મામલે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડના હરીપર ગામે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન દૂધના છ નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ બાદ આ તમામ છ નમૂના આરોગ્યની દૃષ્ટિએ અયોગ્ય હોવાનું સામે આવ્યું છે.

ફૂડ વિભાગની તપાસમાં દૂધમાં મિલ્ક પાવડર અને વનસ્પતિજન્ય ફેટની હાજરી મળી આવી હોવાનું જણાવાયું છે. આ રીતે દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના મામલે છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વિભાગ દ્વારા ભેળસેળયુક્ત દૂધના વેચાણ અને ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હોસ્ટેલના રસોડામાં ફૂડ વિભાગના દરોડા

આ ઉપરાંત જામનગર જિલ્લામાં આવેલા 12 હોસ્ટેલના રસોડામાં પણ ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક એકમોમાં લાયસન્સ અને સ્વચ્છતાને લગતી ખામીઓ સામે આવી હતી. નિયમોનું પાલન ન કરતા સાત એકમોને નોટિસ આપવામાં આવી છે.

ફૂડ વિભાગે કેન્ટીન, પીજી અને છાત્રાલયોના રસોડાના સંચાલકોને જરૂરી લાયસન્સ મેળવવા તેમજ ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું ફરજિયાત પાલન કરવા સૂચના આપી છે.

અધિકારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન સામે તપાસ અને કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને હોસ્ટેલ અને અન્ય સામૂહિક રસોડાંમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Breaking News : સુરતમાં ગ્રાહકોના Video બાદ તંત્ર એક્શનમાં, D-Mart થી Blinkit સુધી તંત્રનો સપાટો

Follow Us
Loading...
Unable to load recommendations.