Jamnagar Breaking: તંત્રની દબાણ હટાવો ઝુંબેશ માત્ર કાગળ પર? અંબર ચોકડી પાસે કાર્યવાહીના ગણતરીના સમયમાં ફરી ખડકાયા દબાણો
જામનગરની અંબર ચોકડી પાસે એસ્ટેટ વિભાગે ગઈકાલે ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા, પરંતુ ગણતરીના સમયમાં જ દબાણકર્તાઓએ ફરી અડિંગો જમાવી દીધો છે. વારંવારની આવી સ્થિતિ વચ્ચે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી છટકતા જોવા મળતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
જામનગર: શહેરની અંબર ચોકડી પાસે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈકાલે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, તંત્રની આ દબાણ હટાવો ઝુંબેશ માત્ર દેખાડા પૂરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કાર્યવાહીના ગણતરીના સમયમાં જ દબાણકર્તાઓએ ફરીથી તે જ જગ્યા પર અડિંગો જમાવી દીધો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે દબાણ હટાવવાની કામગીરી બાદ વારંવાર પહેલા જેવી જ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. બીજી તરફ, આ મામલે એસ્ટેટ અધિકારીએ દબાણ હટાવ્યા પછી દેખરેખ રાખવાની જવાબદારી નિરીક્ષકોની હોવાનું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા. અધિકારીઓના આવા વલણને કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
Bigger Tyres and Fuel Efficiency: શું મોટા ટાયર લગાવવાથી વધુ તેલ પીવે છે ગાડીઓ, શું છે તેની સચ્ચાઈ?
Follow Us
Loading...
Unable to load recommendations.
