રાજકોટ ડેરીને આઈટીએ નોટિસ ફટકારતાં મામલો દિલ્હી સુધી પહોંચ્યો, ડેરીના ચેરમેને કેન્દ્રીય પ્રધાનોને કરી રજૂઆત, જુઓ Video

રાજકોટ ડેરીને આઈટીએ નોટિસ ફટકારતાં મામલો દિલ્હી સુધી પહોંચ્યો, ડેરીના ચેરમેને કેન્દ્રીય પ્રધાનોને કરી રજૂઆત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2023 | 5:54 PM

નોટબંધી સમયે રાજકોટ ડેરીએ દૂધ વિતરકો સાથે 2-2 લાખ રૂપિયાનો રોકડ વ્યવહાર કર્યો હતો. જે બાબતે નેશનલ ફેસલેસ અપીલ ઓથોરિટીએ રૂપિયા 3 લાખ દંડ ભરવા ચુકાદો આપ્યો હતો. જે ચુકાદાની સામે ઈન્કમ ટેક્સ વિભાગે ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે. આ અપીલ પરત ખેંચવા ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દિલ્લીમાં મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે.

Rajkot : રાજકોટ દૂધ ઉત્પાદક સંઘને આવકવેરા વિભાગે (Income tax Department) 173 કરોડની વસૂલાત કરવા નોટિસ ફટકારતાં મામલો છેક દિલ્લી સુધી પહોંચ્યો છે. રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ કેન્દ્રીય પ્રધાનો સાથે મુલાકાત કરીને રજૂઆત કરી છે. ગોરધન ધામેલિયાએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ વિભાગે 2017-18માં નોટિસ ફટકારી હતી. તે સમયે અમિત શાહને રજૂઆત કરી હતી અને નિર્ણય ડેરીના પક્ષમાં આવ્યો હતો.

આ પણ વાંચો Rajkot Video : સિટી બસચાલકે મહિલાને અડફેટે લેતા લોકોમાં રોષ, બસમાં કરી તોડ ફોડ

ત્યારબાદ ઈન્કમટેક્સે પણ તેમના પક્ષમાં નિર્ણય આપ્યો હતો, પરંતુ હવે ઈન્કમટેક્સ વિભાગ ફરીથી અપીલમાં જતા તેઓએ કેન્દ્રીય પ્રધાનોને રજૂઆત કરી છે. ધામેલિયાના જણાવ્યા અનુસાર, આ કેસમાં કોર્ટનો ખોટો ખર્ચ ન થાય અને પશુપાલકોને ભાર ન પડે તે માટે તેઓ કેન્દ્રીય પ્રધાનોને મળવા ગયા હતા. 2017-18માં જ્યારે નોટિસ મળી ત્યારે તેઓ ડેરીના ચેરમેન પણ નહોતા.

મહત્વનું છે કે, નોટબંધી સમયે રાજકોટ ડેરીએ દૂધ વિતરકો સાથે 2-2 લાખ રૂપિયાનો રોકડ વ્યવહાર કર્યો હતો. જે બાબતે નેશનલ ફેસલેસ અપીલ ઓથોરિટીએ રૂપિયા 3 લાખ દંડ ભરવા ચુકાદો આપ્યો હતો. જે ચુકાદાની સામે ઈન્કમ ટેક્સ વિભાગે ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે. આ અપીલ પરત ખેંચવા ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દિલ્લીમાં મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો