Surat Video : ITના સર્ચ ઓપરેશન યથાવત, અત્યાર સુધી 200 કરોડના રોકડ વ્યવહારો મળ્યા, 2 કરોડ રોકડા મળ્યા, 25 લોકર સીઝ કરાયા

|

Sep 15, 2023 | 12:08 PM

સુરત આયકર વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. બે દિવસની તપાસમાં જ્વેલર્સ અને બુલિયનના વેપારીના 200 કરોડના રોકડ વ્યવહારો હાથ લાગ્યા છે. બેનામી વ્યવહારોનો આંકડો 500 કરોડને વટાવે તેવી પૂરી શક્યતા છે. આઈટી વિભાગની DDI વિંગ દ્વારા ત્રણ જ્વેલર્સ અને એક બુલિયન વેપારીના 35થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

Surat : સુરત આયકર વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. બે દિવસની તપાસમાં જ્વેલર્સ અને બુલિયનના વેપારીના 200 કરોડના રોકડ વ્યવહારો હાથ લાગ્યા છે. બેનામી વ્યવહારોનો આંકડો 500 કરોડને વટાવે તેવી પૂરી શક્યતા છે. આઈટી વિભાગની DDI વિંગ દ્વારા ત્રણ જ્વેલર્સ અને એક બુલિયન વેપારીના 35થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Surat: બાંગ્લાદેશથી ભારતમાં ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટ સાથે 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષોને સુરત પોલીસે ઝડપી પાડ્યા

તેઓના ધંધાકીય-રહેણાંક સ્થળો પરથી કુલ 2 કરોડની રોકડ, 25 લોકર્સ, એફડી વોલ્ટ સીઝ કર્યા છે. IT વિભાગે 25થી વધુ મોબાઇલ કબજામાં લીધા છે. મોબાઈલમાંથી લાખો રૂપિયાના અનેક ડેટા ડિલિટ કરી દેવાયા હતા. પરંતુ, ITની એકસપર્ટ ટીમે ડિલિટ થયેલા ડેટા પણ ફરી રિકવર કરી લીધા છે. IT વિભાગની તપાસ શરૂ થતાં જ મોબાઇલ ફેંકવાનો પણ પ્રયાસ થયો હતો. મોટાભાગના રોકડના સોદા મોબાઇલ પર જ આવતા હતા અને સોનાની કરોડોની ખરીદીના પણ વ્યવહાર મોબાઇલમાં જ થતાં હોવાનો પર્દાફાશ થયો છે.

25 લોકર સીઝ કરાયા

આઈટી સર્ચ ઓપરેશનમાં તમામ જ્વેલર્સ જુથના શો રુમ, કર્મચારી સ્ટાફ, એકાઉન્ટન્ટ,સેલ્સ અને પરચેઝ મેનેજર,ભાગીદારો,બુલિયન સપ્લાયર્સના ધંધાકીય રહેણાંક સ્થળોને સર્ચમાં આવરી લઈને તેમના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સાતથી આઠ વર્ષના ટુંકાગાળામાં જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નામેન્ટના સંચાલક વિપુલ ભુવા અને તીર્થ ગોલ્ડના સંચાલક પ્રદિપ ભુવાની કંપનીનુ ટર્ન ઓવર ઉત્તરોત્તર વધ્યું હતુ.

પરંતુ ટર્ન ઓવર વધવા સાથે ટેક્ષ ઓછો ભરાતો હતો. બુલિયન પાસેથી ગોલ્ડ લઈ જ્વેલરીનું ઉત્પાદન કરવા કે ઓર્ડર મુજબ જ્વેલરી બનાવવાના ધંધાકીય વ્યવહારો ઈન્કમ ટેક્સ અધિકારીઓની આંખે ચડયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video