Ahmedabad: બાગબાન ગ્રુપના 30 સ્થળે IT વિભાગના દરોડા, કરોડોની બિનહિસાબી રકમ મળી આવી

|

Mar 08, 2022 | 1:54 PM

બાગબાન જૂથ અમદાવાદના ચાંગોદર, સેટેલાઈટ, મણિનગર, ચાંદલોડિયા અને નરોડામાં તમાકુ-ગુટખાનું ઉત્પાદન કરે છે. આ પેઢીના રાજકોટ અને સુરતમાં સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુટર આવેલા છે.

અમદાવાદ (Ahmedabad)માં આવકવેરા વિભાગ (Income Tax) એક્શનમાં આવ્યુ છે. અમદાવાદના બાગબાન ગ્રુપને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સકંજામાં લીધું છે. આવકવેરા વિભાગે બાગબાન ગ્રુપના 30 સ્થળો પર ITએ દરોડા પાડ્યા છે. અમદાવાદના જાણીતા બાગબાન ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સોમવારથી સર્ચ (Search Operation) શરૂ કર્યુ છે. જેમાં કરોડોની બિનહિસાબી રકમ મળી આવી છે.

ગુટખાનો વેપાર કરતા બાગબાન જૂથ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આવકવેરા વિભાગે બાગબાન જૂથના માલિકના ઘર, ઓફિસ અને અન્ય એકમો મળીને 30 સ્થળે દરોડા પાડ્યા છે. સિંધુભવન રોડ ઉપર આવેલા ઊર્મિલ બંગલોમાં રહેતા કૌશિક મજેઠીયા, રાજ્ય મજેઠીયા અને તેજસ મજેઠીયાના નિવાસ્થાને પણ તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગના 100થી વધુ અધિકારીઓની ટીમ આ કામગીરીમાં જોડાઇ છે.

તપાસ દરમિયાન ટીમને 10 કરોડ બિનહિસાબી રોકડા અને 10 કરોડની જ્વેલરી મળી આવી છે. આ ઉપરાંત 30 જેટલા બેંક લોકર પણ જપ્ત કરાયા છે. તમાકુ પર લાગતો 190 ટકા ટેક્સ બચાવવા માટે ચોરી કરવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે. એક જ ચલણમાં અનેક વખત માલનું વેચાણ કરીને 190 ટકા જેટલી ટેક્સની ચોરી કરાતી હતી.

બાગબાન જૂથ અમદાવાદના ચાંગોદર, સેટેલાઈટ, મણિનગર, ચાંદલોડિયા અને નરોડામાં તમાકુ-ગુટખાનું ઉત્પાદન કરે છે. આ પેઢીના રાજકોટ અને સુરતમાં સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુટર આવેલા છે. બાગબાન જૂથનું FMCG અને પેકેજિંગનું પણ મોટું કામ છે.

આ પણ વાંચો-

Ahmedabad: AMCનાં અણઘડ આયોજનનો વધુ એક કિસ્સો, કોન્ટ્રાક્ટરને કરોડોની વધારે ચુકવણીની મંજુરી

આ પણ વાંચો-

Surat: એરપોર્ટના રન વે પર અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો, અગાઉની ઘટનાઓમાંથી પણ ન લીધો બોધપાઠ

Next Video