ગુજરાતમાં વિવિધ સ્થળોએ IT વિભાગના દરોડા, ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ પર તવાઇ, જુઓ વીડિયો

|

Jan 17, 2024 | 2:41 PM

ઇન્કમ ટેક્સ વિભાગે ગુજરાતમાં ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરી છે.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બે ગ્રુપ પર બેનામી વ્યવહારોની આશંકાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફરી એકવાર ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઇ બોલાવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગુજરાતમાં ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરી છે.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બે ગ્રુપ પર બેનામી વ્યવહારોની આશંકાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.IT વિભાગની રેડના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો- ભરૂચના રામભક્તની અનોખી ભક્તિ : પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 10 હજાર ચોખાનાં દાણા પર “રામ” લખી તેને અયોધ્યા મોકલ્યા

ખેડા અને આણંદ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સુરતના IT વિભાગે એશિયન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. બંને ગ્રુપના કુલ 25 સ્થળો પર આવકવેરા વિભાગે સર્ચ શરુ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video