Mahisagar : મહીસાગરના લુણાવાડાનો બગીચો ફરી બન્યો વિવાદનો મુદ્દો, કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપથી હડકંપ, જુઓ video
લુણાવાડામાં લોકાર્પણના માત્ર અઠવાડિયામાં જ બગીચો ફરી વિવાદમાં આવ્યો છે. વોર્ડ નંબર 7ના સભ્ય દીપક કેસરીએ આક્ષેપ લગાવ્યો છે કે છ મહિના પહેલા 164 લાખની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદમાં રિનોવેશનમાં માત્ર 25થી 30 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.
લુણાવાડામાં લોકાર્પણના માત્ર અઠવાડિયામાં જ બગીચો ફરી વિવાદમાં આવ્યો છે. વોર્ડ નંબર 7ના સભ્ય દીપક કેસરીએ આક્ષેપ લગાવ્યો છે કે છ મહિના પહેલા 164 લાખની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદમાં રિનોવેશનમાં માત્ર 25થી 30 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. છતા 1 કરોડ 65 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. જે અંગે દીપક કેસરીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને વિજિલન્સ તપાસની માગ કરી છે. જો ભ્રષ્ટાચાર સાબિત ન થાય તો દીપક કેસરીએ રાજકારણ છોડવા સુધીનો દાવો કર્યો છે.
લુણાવાડા પાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
અઠવાડિયા પહેલા જ શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરના હસ્તે બગીચાનું લોકાર્પણ કરાયું હતું. જોકે TV9ની ટીમે પણ બગીચામાં તપાસ કરતા બગીચામાં કઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. નવી સુવિધામાં માત્ર બે મઢુલી, એક શૌચાલય, નવા બાંકડા, અને ડસ્ટબિન જોવા મળી છે. તૂટેલી લાઈટ અને રમતગમતના સાધનો પણ રંગરોગાન કરાતા દેખાયા છે. તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા બગીચામાં રિનોવેશનના કામો બતાવવામાં આવી રહ્યાં છે.
