PAPERLEAK : પેપરલીક મામલે સાબરકાંઠામાં તપાસ તેજ, હિંમતનગર અને પ્રાંતિજમાં પોલીસ કરી રહી છે સઘન તપાસ

|

Dec 16, 2021 | 10:19 AM

GSSSB PAPERLEAK CASE :આ પેપર લીક કેસમાં પોલીસની 16થી વધારે ટીમ તપાસ ચલાવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત કરી છે.

SABARKANTHA : ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના કથિત પેપર લીક કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પેપર લીક થવા મુદ્દે સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજમાં પોલીસ તપાસ કરી રહી છે. હિંમતનગરના હમીરગઢ, હડીયોલ અને પ્રાંતિજના ઉંછાનીમાં પોલીસે તપાસ હાથ ધરી છે. હમીરગઢના બે વિદ્યાર્થીઓને પેપર મળવાના આક્ષેપોને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. એટલું જ નહીં સાબરકાંઠાની બે હાઈસ્કૂલના આચાર્યો પણ શંકાના ઘેરામાં છે.તો એક પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારી પર પણ શંકાની સોય પર છે.

પેપરલીક થવાના મામલે કેટલાક કર્મચરીઓ પણ સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. ગઈકાલ મોડી સાંજથી આ શંકાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. ગઈકાલે ધ્રુવ અને પીનાકીન નામના 2 શખ્સોની પણ પૂછપરચ કરવામાં આવી હતી. આમાંથી એક યુવક બેરણા ગામનો હતો અને આ ગામના રસ્તા પર કોઈ વ્યક્તિએ પેપર આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ શંકાને આધારે તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં કોઈ નિષ્કર્ષ સામે આવ્યો નથી, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ મળ્યા હતા.

હડીયોલ ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં એક વ્યક્તિએ પોતાના પુત્ર માટે પેપર મેળવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ શંકાના આધારે હડીયોલ ગામમાં પર તપાસ કરવામાં આવી છે. આ સમગ્ર તપાસમાં હમીરગઢના ક્યાં બે પરીક્ષાર્થીઓને જવાબો મળ્યાં હતા એ બાબતે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Coldwave : ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, ચારથી પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી

 પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કેસમાં 11 લોકોની અટકાયત, આ સ્થળેથી પેપરલીક થયાનું અનુમાન

Next Video