Patan News : પોલીસની જીપે સર્જ્યો અકસ્માત, યુવકને અડફેટે લીધા બાદ ત્રણેય પોલીસકર્મી ફરાર, જુઓ Video

|

Oct 04, 2023 | 4:17 PM

પાટણની નીમા કોલેજ પાસે પોલીસ જીપનો અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે દોડતી પોલીસ જીપે એક યુવકને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ ત્રણેય પોલીસકર્મી ફરાર પણ થયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ જીપની ટક્કરને કારણે ડિવાઇડર અને રેલિંગને નુકસાન થયું હતું.

Patan News: ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. પાટણમાં આવેલી નીમા કોલેજ પાસે પૂર ઝડપે આવતી એક પોલીસ જીપે જોરદાર અકસ્માત સર્જ્યો. ઘટના સવારના સાડા 9 વાગ્યે બની હતી. અકસ્માતમાં એક યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ જીપમાં સવાર ત્રણ પોલીસકર્મી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે, અગમ્ય કારણોસર પોલીસ જીપના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ ડિવાઇડર અને તેની રેલિંગ સાથે ટક્કર થઇ ગઇ અને એક યુવક પણ અડફેટે આવી ગયો. ઘટના બાદ સ્થળ પર લોકોનું ટોળું જમા થઇ ગયું. જો કે ઘટનામાં પોલીસની જીપના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો. તેમજ ડિવાઇડર અને રેલિંગને પણ નુકસાન થયું.

આ પણ વાંચો : Patan: ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા, જુઓ Video

7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List

તો ઇજાગ્રસ્ત થયેલા યુવકના પરિજનો અને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. મહત્વનું છે, પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બેદરકાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવક હાલ સારવાર હેઠળ છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article