Amreli: બાબરાનાં ઇંગોરાળામાં એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ, ગામને જોડતો રસ્તો બંધ

|

Sep 14, 2022 | 8:17 PM

બાબરાનાં ઇંગોરાળામાં એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇંગોરાળા ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

Amreli: બાબરાનાં ઇંગોરાળામાં એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇંગોરાળા ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.સ્થાનિક નદીમાં પુર આવતા અમરેલી હાઇવેથી ઇંગોરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો છે. ગામની સામેની બાજુ અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બાબરાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરાપરા, લુણકી, ગળકોટડી, વાડળીયા, ચરખા, ખાખરીયા, ચમારડી સહિતનાં ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા શહેરમાં ધોધમાર વરસાદ થતાં રસ્તા પર પાણી વેહતા થયા હતા.

રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને વિવિધ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના હાંસોટમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો તો નેત્રંગમાં 3.5 ઈંચ, વેરાવળમાં 3 ઈંચ વરસાદ દ્વારકામાં 2.75 ઈંચ, ખંભાળિયામાં 2.50 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 2.5 ઈંચ, નર્મદાના સાગબારામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

કચ્છમાં નોંધાયો છે સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં જો ઝોન પ્રમાણે વરસાદ નોંધવામાં આવે તો અત્યાર સુધીમાં વરસાદની દ્રષ્ટિએ કચ્છ સૌથી ઉપર છે અને મધ્ય ઝોનને બાદ કરતા તમામ ઝોનમાં સિઝનનો નોંધાપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે.

Published On - 8:15 pm, Wed, 14 September 22

Next Video